Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનો વિચાર...
🌹🙏🏿🌹
જે જે લોકોએ સમાજને જગાડવાનું કામ કર્યું છે,તેવા લોકોને ગળે તલવાર,પીઠે માર,કાનમાં ગાળો સાંભળવા મળી છે.
મરઘી વહેલી ઊઠી કૂકડે કુક કરી જગાડે તેના બપોરે હાલ બેહાલ થઇ જાય છે.
કૂતરો આખી રાત ઘરની ચોંકી કરી આંગણે કોઈ આવનારની જાણ કરે છે,એજ કૂતરાને સવારે ઉઠતાં એજ ઘરનાં લોકો લાકડીથી ફટકારે છે.
ગધેડું આખો દિવસ ઉકરડે ચરીને માલીકની તમામ વજનવાળી વસ્તુ પીઠ પર નિર્ધારિત જગ્યાએ મૂકી આવે છે,પછી ભલેને વાંકી ચૂંકી ગલી કેમ ન હોય! છતાં ડફણાં મારી માલિક પાછો કાઢી ભગાવે છે.
ઓફિસનો પટ્ટાવાળો,ઘરઘાટી કે નોકરને તુંકારથી બોલાવીએ છીએ સાથે તે ઘરનું તમામ કામ નજીવી રકમથી કે પગારથી ઘણું બધું કામ ઘર માલિક કઢાવી લે છે.
પીયરની ગમે તેવી લાગણીઓ એક ઝટકે છોડી આવતી પુત્રવધૂ પર ઘરની તમામ જવાબદારી ઠોકી બેસાડીએ છીએ કેમકે આપણે તેને નોકરાણી સમજી છે.ખરેખર તો તે આપણી કુળ ઉદ્ધાર અને કુળ તારણહાર છે.
દૂધ આપતી ગાય ભેંસને સાંજ સવાર ખાણ અપાય અને દૂધ ના આપનાર ગાય ભેંસને ડફણાં પડે.
સારું કર્ણપ્રિય વદનાર કથાકારને પગે પડી પૈસા ધરીએ છીએ અને સાચું બોલનારની સાથે ઝઘડો કરીએ છીએ.
મંદિરમાં દાન પેટીમાં દાન કરીએ તો. પૂજારી મોઢું મરડે,તેમની થાળીમાં રૂપિયા નાખીએ તો અનેક આશીર્વાદ આપે.
ગરીબ ઓટલે આવી રોટલો માગે તો એઠો,ટાઢો આપીએ છીએ જયારે પહોંચ/વાઉચર લઇ આવનારને ગરમ ચા પાઈ મોં માગી રકમ ધરીએ છીએ.
દરેક ઘરમાં વહુ વેલી ઉઠે,પછી દીકરી ઉઠે,દીકરો ચા નાસ્તો થયા પછી જાગે.
સાસુ સૌથી વહેલી ઉઠી ઘરનાં વાસણ ખખડાવે જયાં જેવી વહુ જાગે પછી તે સાસુ પડોશી સ્ત્રી જોડે ટાઢા પોરની સવારની વાતો કરવા જતી રહે છે.
સસરા ઊઠીને ખોઁખારો ખાય પરંતુ લોટો પાણી લેવા ખાટલેથી ના ઉભો થાય.
કમાતો ઘણી કચવાતા મને ઘણીયાણીને કહે કે જલ્દી કર મારે ધંધે મોડું થાય છે.
(આ દરેક ઘરમાં બનતું હશે અને ના બનતું હોય તો એ ઘર સ્મશાન ગણવું.😄😄😄😄)
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111870649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now