*શીર્ષક:* સ્નેહના સંબંધનો જાકારો
રાત દિવસ જેના માટે એ સ્નેહવશ જાગે,
તકલીફમાં જોઈ સંતાનોને દોડી દોડી ભાગે.
કાન્ધે બેસાડી આંગળી પકડી જગમાં ફેરવે.
ભૂખ્યા પેટે પાટા બાંધીને જેને એ ભણાવે.
ઉંમર લાયક થાયને ને એને સારા ઘર પરણાવે,
પૌત્ર પૌત્રી ને એ દિકરાથી પણ વધારે લાડ લડાવે.
છતાંય એને એકલા મુકી અમાસના અંધારામાં,
એના જ સિતારા અંધારી રાત કરી ચમક્યા આકાશમાં.
જેના થકી સ્નેહ દીપ પ્રગટયાં એના જીવનમાં,
આજ એજ સ્નેહના સંબંધો ને જાકારો મળ્યો જગતમાં.
શું આજ દિવસ જોવા ને *સ્નેહદીપ* મળ્યા?
કહે નર એજ વખત આવી ઉભું રહેશે પલ વારમાં.
*✍️નામ:*જાડેજા નારાણજી "નર"
ગામ ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ