શબ્દેશબ્દે સુગંધ ભરીને અમે વાત કરી.
આખ્ખે આખી જાત ધરીને અમે વાત કરી.
શું હતી એ દાસ્તાન દિલની પીગળાવનારી,
સન્મુખ મુલાકાત કરીને અમે વાત કરી.
શબ્દથી શૂન્ય લગી પહોંચવું' તું અમારે,
શબ્દ તણી સૌગાત ભરીને અમે વાત કરી.
અર્થ બિચારો રહી ગયો કેટલો અવઢવમાં,
ચતુઃ નયનોની નાત ખરીને અમે વાત કરી.
ચર્ચા, દલીલ, પ્રત્યુત્તર થયા શૂન્યમનસ્ક,
અંતરે ના કશીયે ભાત રહીને અમે વાત કરી.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.