અંતરથી અંતર રાખવું પણ કેટલું ?
અમી માની વિષ ચાખવું પણ કેટલું?
કાલ થશે સારું એવી આશા હતી,
સુખ હો બીજાનું ઝાંખવું પણ કેટલું?
નથી અક્ષયપાત્ર કે સતત દીધા કરું,
મનનું પાત્ર ફૂટેલું આપવું પણ કેટલું?
જે નથી મારું એ તો દૂર જ રહેવાનું,
કલ્પનાની આંખે તાકવું પણ કેટલું?
કલ્પવૃક્ષ નીચે બેસી કરું છું વિચારો,
મહેનત વિના રોજ માંગવું પણ કેટલું ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.