રસ્તા જીવનના સીધા ને સરળ નથી હોતા,
વળાંકો વિચારો એટલા અઘરા નથી હોતા.
ઉપાડો કદમ ને તરત જ મળે દરેક મંઝિલ,
કદમ એટલા તો કાયમ મોટા નથી હોતા.
હૃદય તપે છે ક્યારેક આગમાં ખુબ જ,
દરેક સ્પર્શ કંઈ હુંફાળા જ નથી હોતા.
છોને હો ભર્યો સંઘર્ષ જીવન મહી તોયે,
જીવવાના બહાના કંઈ ઓછા નથી હોતા.
લાગણીઓ ચિરાયને વેદના ખૂબ થાય છે,
સફરમાં મળેલા બધા કિસ્મતમાં નથી હોતા.
લાવ ને ભરી દઉં હું પ્રકાશ એક દીવાથી,
દરેક રાતને ક્યારેક અજવાળા નથી હોતા.
"પ્રાપ્તિ"
7/4/23.