મનમાં સાચવેલી એક વાત હતી,
કીધા પછી હાથે વ્હોરેલી એ ઘાત હતી ....

કર્યો પ્રેમ અમે એ રજૂઆત હતી,
નિભાવી ના શક્યા એ, આઘાતની એ વાત હતી ...

ગમ બધો પી જાઉં , એવી એમની દરખાસ્ત હતી,
એ જ વાત પર સબંધની બરખાસ્ત હતી .....

એક ભરોસો ભગવાન નો અને બીજી પોતાની જાત હતી,
આજ હવે મારી નવી જિંદગીની શરૂઆત હતી ....

Gujarati Poem by બદનામ રાજા : 111868839

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now