મોટા થયા પછી . . .
હાસ્ય માં થોડો ફરક આવે છે
પહેલાં આવતું હતું
હવે .... લાવવું પડે છે .
અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી . . .
અને
અમુક રાતે
તમે સુવા નથી માંગતા . . .
વેદના અને આનંદ
વચ્ચે આ ફેર છે .
પ્રેમ અને આંસુની ઓળખ
ભલે અલગ અલગ હોય , , ,
પણ
બન્નેનું ગોત્ર એક જ છે -
*હ્રદય*
મીલાવી જામ માં અમે
જીંદગી પી ગયા , , ,
મદીરા તો શું કોઇની
કમી પણ પી ગયા , , ,
રડાવી જાય છે અમને
બીજા નાં દર્દો , , ,
બાકી
અમારા દુ:ખો તો અમે
હસી ને પી ગયા ...!!!
મિત્રતા સાણસીની જેમ નિભાવવી જોઇએ ...
પાત્ર ગમે તેટલું ગરમ જણાય ...
પણ
એક વખત પકડ્યા પછી
છોડવાનું ન હોય
મન થી ભાંગી પડેલા ને ...
મિત્રો જ સાચવી શકે છે ...
સંબંધીઓ તો ....
ખાલી વ્યવહાર સાચવે છે