Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી કને બેસી એ રૂપના કાવ્ય લખાવસે, એ આવશે,
પોતાની લટકતી લટો બતાવી લલચાવસે, એ આવશે.
ને વર્ષો પછી એમનું એ રૂપ કેટલું ફાવસે, એ આવશે,
મચ્છુતટે ફરી એ રેતીનો મહેલ બનાવશે, એ આવશે.
એક પ્યાસાને આંખોના અમી પીવડાવસે, એ આવશે,
એ આવશે ને ફરી હૃદય મારુ ધબકાવસે, એ આવશે.

જીવનના વર્ષોની તડપની એ અભિલાષા કેમ કહું તમને,
મળેલા દુનિયા માંથી જુઠા બધા દિલાસા કેમ કહું તેમને.
તમને ખોળામાં માથું રાખવાની જિજ્ઞાસા કેમ કહું તેમને,
જીવનમાં વ્યાપી ગયેલ શૂન્યતા ને હતાશા કેમ કહું તેમને.
એ આવશે ને ફરી હૃદય મારુ સજાવસે, એ આવશે.

દૂર થયા અને લખ્યા હતા અમે ફરી મિલનના ગીતો,
વીત્યા જે અંધકારમાં એ બધા મારા જીવનના ગીતો.
તસ્વીર કંડારી હતી શબ્દોમાં ને લખ્યા મનના ગીતો,
વેદના એટલી પ્રસરી હતી, ન ગમ્યા પ્રિયજનના ગીતો.
એ આવશે ને દુઃખી દર્દમાંથી ઉઠાવસે, એ આવશે.

એમના ગયા પછી આ મચ્છુકાંઠે સાવ સુનકાર હતો,
ભયાવહ લાગતો હતો તટ, જ્યાં એકવાર પ્યાર હતો.
ખરતા શ્વાસો મારા પુષ્પ સમાં, લાગણીનો દુકાળ હતો,
મધુર તાન છેડી આવતા મોજાના કલરવનો માર હતો.
એ આવશે ને રાગ શ્રુગાલનો ગુંજાવસે, એ આવશે.

બેહોશ થઈ ને પડ્યા છો મનોજ, ભાનમાં આવો હવે,
પુરી થઈ રહી છે તમારી ખોજ, ભાનમાં આવો હવે.
આવી રહી છે કાતિલ નૈનની ફોજ, ભાનમાં આવો હવે,
સામે આવ્યા, જોવા મળશે રોજ, ભાનમાં આવો હવે.
એ આવી ને આંખોના ઈશારે સતાવસે, એ આવશે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111868575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now