તું દિવાસ્વપ્ન જેવું,ક્યારે આવે એ અજાણ્યું હતું.
રૂપકડું સ્વપ્ન બનીને ઝંખનાઓ જન્માવી
તું મોહ બની ને આવે ને માતાનો સ્વાર્થ બનીને જીવે,
તું સંતાન મારું ના "દીપક" ના "લક્ષ્મી".
તું માતાના સ્વાર્થ ની જનેતા,તું માતાની કુમશની જનની,
તું ઉભરાતા હેતનો દરિયો,તું છલકાતા સ્નેહ નું ઝરણું,
તું એટલે મારું સંતાન.❤️ મારી દીકરી,મારી ધ્વનિ ❤️
મારો સોહામણો સંગાથ.