ઉરથી ઉર સુધી જશે શબ્દો મારા.
ઈચ્છા એમાં તારી હશે શબ્દો મારા.
હૈયાનું હેત છલકાઈને વહેણ બને,
તનેય તરવાનું મન થશે શબ્દો મારા.
અભિલાષા અંતરની આવી ઓષ્ઠે,
પછી તું જ આવી મળશે શબ્દો મારા.
સંબંધ શૂન્ય સાવ; સિલક સાંપડતી,
અદ્વૈત અવિનાશી ભળશે શબ્દો મારા.
નયન હશે અપલક જીવશિવ મિલાપે,
ઊઠતું અહમ્ ઓગળશે શબ્દો મારા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.