Gujarati Quote in Blog by RajniKant H.Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુશ્કેલી ના સમય માં પૈસા સિવાય કોઈ નો સહારો હોતો નથી એટલે જીવન માં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈ ના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટે ના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માં થી બહાર નીકળી શકશો.

સગાવહાલા મિત્રો બધા આશ્વાસન અને સલાહો આપશે એ ખાલી સાંભળવું ગમશે બાકી એના થી મુશ્કેલી નો અંત નહિ આવે , ભગવાન ના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે હા એક જાત ની માનસિક શાંતિ રહેશે બાકી ફક્ત પૂજા પાઠ, કર્મ કાંડ કે ધર્મસ્થાનો ના ચક્કર કાપવા થી પણ એમાં થી બહાર નીકળી ના શકાય

કોઈ કદાચ થોડી ઘણી આર્થિક મદદ કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે બાકી પેહલા જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી.

અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકો ના મિત્રો અને સગાવહાલા પણ આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ માટે તો સગાવહાલા ના ખભે આપણી લાશ જ બહાર નીકળે એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવન ના વેવલા વેળા બંધ કરી ને એક જ ધ્યેય કે નીતિ થી પૈસા ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું બાકી ઘર ના બધા સભ્યો ભેગા બેસી ને રડ્યા કરવા થી પણ એનો ઉકેલ નહિ આવે.

લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે અમારા મુશ્કેલ સમય માં કોઈ કામ ના આવ્યું કોઈ કામ આવવા નું પણ નથી કારણ કે બધા ની ખુદ ની જરૂરિયાતો અને જલસા કરવા ની ડિઝાયર અને ભવિષ્ય ની અનિશ્ચિતતાઓ ની બીક એટલી છે કે કોઈ મદદ કરવા આગળ નથી આવવા નું.

કોઈ ને આર્થિક મદદ કરવી હોય તો આપણે ખમી શકીયે એટલી જ મદદ કરવી કારણ કે એનું કઈ તરત પાટે નથી ચડી જવા નું કે એ ઈચ્છતો હોવા છતાં તમારા પૈસા પાછા આપી શકશે

પોતે મોંઘી ગાડીઓ માં ફરતા હોય અને પૈસા તો હાથ નો મેલ છે અને જન્મ્યા ત્યારે બાળોતિયાં માં ખિસ્સા નોહતા અને મરશો ત્યારે કફન માં પણ ખિસ્સા નહિ હોય એવી વાતો કરતા ધર્મગુરુઓ થી દૂર રેહવું કારણ કે ભગવાન ને ધૂપ દિવા કરવા માટે અગરબત્તી લેવા જશો તો પણ કોઈ મફત નહિ આપે.

પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે પૈસા ખુબ જરૂરી છે બાકી તો સામાજિક દુઃખો કે શારીરિક બીમારીઓ ગમે તેને આવી શકે છે ગરીબો ને નથી આવતી એવું નથી એટલે એવા સમયે સાઇકલ પર બેઠા બેઠા રડવું એ કરતા *car માં બેઠા બેઠા રડવું વધુ સારું*.
🌹🙏 🌻
"JAY"

Gujarati Blog by RajniKant H.Joshi : 111866582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now