ઘરમાં રોજ આવેને જાય ચકલી.
દરરોજ તણખલાં મૂકાય ચકલી.
આવનજાવન એનું ક્રમ રોજનો,
છબી પાછળ માળૉ બંધાય ચકલી.
ચીં ચીં કરી હર્ષોલ્લાસ એ કરતી,
ઘરનું ઘર જાણે કે પમાય ચકલી.
એકલી તોય એ હિંમત ન હારતી,
કૈંક કર્યાનો સંતોષ વર્તાય ચકલી.
એનેય માનવ જેવું થવા મનસૂબો,
ને માનવને કૈં ના સમજાય ચકલી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.