Gujarati Quote in Sorry by G....

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બ્રેકઅપ -
મજબૂરી કે જરૂરી

પ્રેમનું અસ્તિત્વ છે પણ દરેક વ્યક્તિ માટે તેની વ્યાખ્યા અલગ અલગ હોય છે. અને માટે જ પ્રેમ શબ્દ એક જ છે પણ તેના રૂપ બદલાતા‌ રહે છે.

ઘણીવાર પ્રેમ એમ જ થઈ જતો હોય છે. કોઈ સ્વાર્થ વગર જ કોઈ વ્યક્તિ અચાનક જ ગમી જતું હોય છે. મનમાં નક્કી પણ હોય છે કે પ્રેમ નહીં જ કરું. પણ પ્રેમ થઈ જતો હોય છે કારણ કે એ વ્યક્તિ પોતાને ખૂબ જ ગમવા લાગે છે.
પ્રેમ કરવો સરળ છે એમ બધા કહેતા હોય છે. પણ ઘણીવાર પ્રેમ કરવા માટે પણ ઘણું બધું વિચારવું પડતું હોય છે.

‌ બ્રેકઅપ આ શબ્દ અત્યારે ખૂબ જ સાંભળવા મળતો હોય છે. કોઈનું દિલ તોડવું કે પછી પોતાને હર્ટ કરીને કોઈનાથી દૂર થવું એ કઈ સહેલું નથી હોતું. જેની સાથે પ્રેમ થઈ જાય છે તેની સાથેજ જીવન જીવવાના સપના જોવાતા હોય છે. તો પછી તે વ્યક્તિથી દૂર થઈને જીવવું ખૂબ જ અઘરું હોય છે.

પણ આ બ્રેકઅપ પણ બે રીતે થતા હોય છે. એક કે જે મજબૂરીમાં કરવું પડતું હોય છે. જેની પાછળ ઘણા બધા કારણ હોય છે. પોતાની ઈચ્છા નથી હોતી પણ સંજોગો એવા બને છે. કે પછી પરિવારની નામરજી હોય છે.

આવા બધા ઘણા બધા કારણો હોય છે.અને જ્યારે એ કારણોમાંથી બહાર નીકળી નથી શકાતું ત્યારે જ એ બ્રેકઅપ થતું હોય છે.

જ્યારે બીજું બ્રેકઅપ હોય છે જરૂરી. આ જરૂરી વાળા બ્રેકઅપમાં વધારે એવું બનતું હોય છે કે ક્યારેક બંનેની મરજી હોય છે કે પછી કોઈ એકની જ ઈચ્છા હોય છે કે આ સંબંધમાંથી બહાર નીકળી જવું. અને એકની મરજી બીજાની મરજી પણ બની જાય છે.
ક્યારેક કદાચ વધારે સાથે રહેવાથી બંનેને એવું લાગે છે કે બંનેના વિચારો નથી મળતા. કે પછી એકની પસંદગી બીજાની પસંદગી નથી બની શકતી.

બે વ્યક્તિ જ્યારે પ્રેમ કરે છે.ત્યારે પ્રેમની શરૂઆતમાં એવું લાગે છે કે બંને થોડું થોડું એડજસ્ટ કરી લઈશું. પણ કદાચ સમય જતા એવો અહેસાસ થાય છે કે અત્યારે થોડા સમય એડજસ્ટ કરવું કદાચ પોસિબલ થઈ શકે. પણ શું બંને આવી રીતે આખી જિંદગી એડજસ્ટ કરી શકશે?

અને આ સવાલનો જવાબ જ્યારે નથી મળતો ત્યારે એ બ્રેકઅપ જરૂરી બને છે.

Gujarati Sorry by G.... : 111865697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now