કલેજે પથ્થર મૂકી તારી જિંદગી ને સફળ બનાવવા હું પ્રયત્નશીલ રહુ છું, હા હું એક માં છું.
કલેજે હામ રાખી તારી જિંદગીના દરેક સોપાન સ્વીકારું છું, હા હું એક પત્ની છું.
કલેજે ધૈર્ય રાખી દરેકના મનને જીતવા કોશિષ કરતી રહુ છું, હા હું એક વહુ છું,
કલેજે અમુક દર્દને સંઘરી હસતો ચહેરો રાખું છું, હા હું એક દીકરી છું.
કલેજે સદાય સર્વના માટે પ્રાર્થના કરું છું, હા હું એક બહેન છું.
કલેજે ઘણી આશાઓ જીવંત રાખું છું, હા હું એક સ્વમાનભેર જીવવા મથતી નારી છું.
Happy Women's Day🌹❤