" ગમ બધા "
( ગઝલ )
ઘણાં આજ ભેગા થયા છે ગમ બધા.
ન ઓછા થયા છે કદી પણ કમ બધા.
ઈરાદો હવે ના મરી જાશે કદી;
કે જીવાડવા થાય ભેગા દમ બધા.
વચનની લહાણી કરાવે પ્રેમથી;
નિભાવે ન ક્યારે કદી પણ સમ બધા.
વજનદાર એના વિચારો થઈ ગયા;
નિરાશા ભરીને ખડા છે યમ બધા.
સમય સાથ Bન્દાસ ઊર્જા પીગળે;
ફટાકા ન સળગે ન ફૂટે બમ બધા.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૩ + ગા લ ગા