હું થોડા દિવસ દિલ્હી નજીક હરિયાણા ના ગુડગાંવ શહેર માં છું.
અહીં ખૂબ જાણીતાં શીતળા માતા મંદિરમાં દર્શન કર્યાં. ગુડગાંવનું આ મંદિર ખૂબ આસ્થાનું સ્થળ છે. અમદાવાદ નાં ભદ્રકાળી ની જેમ આ શહેર માતા કહેવાય છે એમ જાણ્યું. અહીં લોકો કોઈ જગ્યાએ દીવાઓ કરે છે, ચૂંદડી ચડાવે છે, વાળ ઉતરાવે છે , ક્યાંક કૂકડો કે બકરો રમતો મૂકવા કહી આપી જાય છે.
એક આખું ઝાડ તેની ફરતે માનતા પૂરી કર્યા ના ધાગાઓ થી એટલું ભરાઈ ગયેલું કે મોટો ઘડો ઝાડ આસપાસ મૂકી તેની પર દોરા વિંટ્યા હોય એવું લાગે. ચૂંદડીઓ પ્રસાદમાં પણ આપતા હતા. કંકુ નો ચાંદલો કોઈ જગ્યાએ જઈ કરવાનો હતો.
એક વળી ભૂલચૂક માતા હતાં. ખાસ બહેનો શ્રદ્ધા થી નમન કરતી હતી ને કઈક ચડાવતી પણ હતી.
મેઇન રોડ પરથી સામી બાજુએથી મોટો ફૂટ ઓવર બ્રિજ ક્રોસ કરી લાઈનમાં જવાતું હશે અને અમુક દિવસે લાંબી લાંબી લાઈનો પણ થતી હશે. હું તો શુક્રવારે નમતી સાંજે ગયો એટલે ભીડ નહોતી.
અહીંની ખૂબ જાણીતી જગ્યા લાગી. ખાસ જોવા જ ગયેલો.