પિતા એટલે વિચાર નો દરિયો,
પિતા એટલે ગણિતનો બેતાદ બાદશાહ,
પિતા એટલે સંતાનનો પ્રથમ શિક્ષક,
પિતા એટલે ઘરના આધાર નો સ્તંભ,
પિતા એટલે અસંખ્ય ગણતરી નો સરવાળો
પિતા એટલે દરેક મુશ્કેલી ની બાદબાકી
પિતા એટલે દરેક તહેવારો માં બાળકોના સાન્તા ક્લોસ,
પિતા એટલે દીકરી નો પ્રથમ હીરો,
પિતા એટલે દીકરાનો રોલ મોડલ,
પિતા એટલે એના અધૂરા સપના ને એના સંતાનમાં જોનાર,
પિતા એટલે એની અધુરી ઈચ્છાઓ દિલમાં દબાવનાર,
પિતા એટલે એની જૂની વસ્તુઓ ચલાવનાર,
પિતા એટલે બિનજરૂરી વસ્તુઓનો કરકસર કરીને ચરાવનાર,
પિતા એટલે માનો તો નર માં નારાયણ
પિતા એટલે દિકરી ના વિદાય સમયે ઘરના ખૂણામાં જઈને હિબકા ભરનાર.!!
———🌻***🌷***🌻———-