સ્ત્રી ગૃહસ્થ છે, તેમ છતાં ત્યાગી છે,
પ્રસૂતિની પીડા સ્ત્રીએ સહન કરી,
અને નામ લાગ્યું પિતાનું,
પોતાનું મનગમતું આંગણું છોડીને,
પારકે ઘેર ગઈ, ત્યાંના લોકોને પોતાના બનાવ્યા, અટક બીજી સ્વીકારી,
પોતાના માતા-પિતાની ખુશી માટે, ઈજ્જત માટે,
તે તેના પ્રેમને ભૂલી,
અને તો પણ દુનિયા કહેતી રહી,
પુરુષ કરતા સ્ત્રીને હ્રદયના હુમલા ઓછા આવે,
કારણ કે એ તો મન ખોલીને વાત કરી લે છે ને,
પણ એ જમાનો જાણે છે કે પુરુષ કરતા સ્ત્રીઓમાં ડીપ્રેશનના કિસ્સા વધારે જોવા મળે છે,
કારણ કે તેની આખી જિંદગી હોર્મોનલ ફેરફારો અને મૂડ સ્વિંગમા જતી રહે છે,
અને તો પણ એનાં ભાગમાં એ જ સાંભળવાનું આવે છે,
કે 'તે અમારા માટે શું કર્યું '?
કુદરતનો આ કેવો ન્યાય છે?
હંમેશા સ્ત્રીના ભાગમાં જ શું કામ અન્યાય આવે છે?
તેની કદર ક્યારે ?
મૈત્રી બારભૈયા