રંગબેરંગી દુનિયામાં એક કૃષ્ણ રંગ મને ગમતો.
ન ગમતાં મને,
લાલ ગુલાબી ખરતાં ફૂલો,
ન ગમતાં મને,
હરિયાળી લતાનો ઝૂલો.
રંગબેરંગી દુનિયામાં એક કૃષ્ણ રંગ મને ગમતો.
સોનેરી સુવર્ણની ચમક,
લાગતી મને ખોટી,
રૂપેરી રૂપાની ઝાકઝમાળ,
મને ન મોહિત કરતી .
રંગબેરંગી દુનિયામાં બસ શ્યામ રંગ મુજને ગમતો.
જાતજાતનાં ભાતભાતનાં,
માનવીઓનો અહીં મેળો,
કોક જડે બેરંગી,
ને કોક અહીં બે રંગી.
એથી, તો મુજને કૃષ્ણ રંગ અતિ વ્હાલો.
ભલે છું હું શ્વેત સુંદરી,
નામ મારું રાધા ગોરી,
મનમોહક સ્મિત કાન્હાનું,
મારું મન લેતું ચોરી.
રંગબેરંગી દુનિયામાં એક કૃષ્ણ રંગ મને ગમતો,
કૃષ્ણ પ્રભુનાં ચરણોમાં આતમ નિશદિન નમતો.
✍️ સરગમ