જોડાવવું છે મારે મારી આત્મા થી તારી આત્મા સાથે
એ રીતે
જેમ જોડાઈ છે શક્તિ શિવ સાથે …

જાણું છું અનોખી છે રીત તારી પ્રીત ની
પણ મારે બંધાવું છે એ અનોખીપ્રીતમાં
એ રીતે
જેમ બંધાઈ છે શક્તિ શિવ સાથે …

માનું છું તું જીવે છે આ જગતની રીત થી પરે
પણ મારે તો જીવવું છે તારી સાથે
એ રીતે
જેમ રહે છે શક્તિ શિવ સાથે …

બસ છે એક જ આશ આ મહાશિવરાત્રી ની રાતે
મળે તું મને એ રીતે જેમ મળ્યા છે શિવ શક્તિ સાથે..

Gujarati Whatsapp-Status by Niya : 111860552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now