કેવુ થયું યોગાનુયોગ;
આજ રસ્તે મળ્યું કોક;
હસીને નજર જરા ઝૂકી,
પછી ફરી ગઈ એની ડોક;
નજર મળી ઘડી બે ઘડી,
દિલને આવી ગઈ મોજ;
થયું કહી દૌં દિલની વાત,
ક્યાં મળશે મોકો રોજ?
હુંય હતો અને એ પણ,
વચ્ચમાં હતો બસ ચોક;
એક ડગલું ભર્યું આગળ,
ત્યાં ઠોકરે લગાવી રોક;
પછી એ વિચારે મન વાર્યું,
કે રહેવા દે, શું કહેશે લોક?
એમાં રહી ગઈ અધુરી કહાની,
ધરા વિના અધુરૂં રહ્યું "વ્યોમ"
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.