એક દુઆ "વ્યોમે" આંબી લાગે છે;
પ્રતિક્ષાની પળ હવે લાંબી લાગે છે;
અસ્તિત્વ ખોયું ખુદનું એક સિતારાએ,
કોઈએ ઈચ્છા દિલથી માંગી લાગે છે;
એટલે છોડી વસંત કે ફૂલોની પ્રતીક્ષા,
પર્ણોથી આજ રાહ સજાવી લાગે છે;
મળી જાય મનમિત જ્યારે પ્રણયમાં,
દિવસ સુવર્ણ અને રાત ચાંદી લાગે છે;
જો બની જાય બે બદન એક આત્મા,
તો જિંદગી "વ્યોમ" સુહાની લાગે છે;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.