આપણે, થાય એટલું કરવાનું..!!
પહેલાં તન તોડીને રળવાનું
પછી વિલ બનાવી વહેંચવાનું !
આયખું આખું આમાં ખર્ચવાનું,
એ પાછું કયાંથી મળવાનું ?
એના કરતાં થાય એટલું કરવાનું.
પારિજાત ભરેલી રાત છું તો,
સવારે નિશ્ચિત છે ખરવાનું!
સમષ્ટિમાં નહીં પહોંચી વળાય
આપણે, થાય એટલું કરવાનું.
એક ઈશ્વર - એક નિયંતા,
શાને બીજાથી ડરવાનું?
ખાલી થયાની મજા છે અલગારી
ઝાઝું ઝાઝું કાંઈ નહીં ભરવાનું.
આપણે, થાય એટલું કરવાનું.
ફરતું બ્રહ્માંડ, ફરતા નક્ષત્રો,
આપણેય મોજમાં ફરવાનું!
ભીતર સ્થિર રહીને મહાલીએ,
બહાર - બીજાને નહીં નડવાનું.
આપણે, થાય એટલું કરવાનું.
મોજમાં રહેવાનું, જોશમાં જીવવાનું,
ખાલી મોત આવે ને ત્યારે જ મરવાનું!
રોજે રોજ ક્રોધ કે સંતાપ ત્યજીને,
જીવન જ અમૃત બને એમ ઠરવાનું.
આપણે, થાય એટલું કરવાનું..!!
🌷🙏🏻🌷
વોટ્સએપ મેસેજ આધારિત