ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું...
વ્યસ્ત હશે પોતામાં, એમાં કારણ નહી હોય મોટું...
પણ યાદ કરે જો કોઈ, તો મનને સારું લાગે છે...
આજ ને ભૂલી ગઈ કાલ ના સ્મરણો જાગે છે...
ઓળખીતા પણ થાય અજાણ્યા, નજર ફેરવી લેતા...
ફોન કરું તો અવાજ સાંભળી,"હેલો! હેલો!" કહેતા...
મુંગા રહી પીધું, એ આંસુ ખારું લાગે છે...
યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે...🤗