તારી વાત તારા અંદાજ પર મરું છું બસ;
તારી બંદગી ને પૂજાયે તારી કરું છું બસ;
કોઈ વચનનો આધારિત નથી મારો સ્નેહ
હું તને પ્રેમ કરું છું મિત્ર, તો કરું છું બસ!
ઢાલ સમજ કે તલવાર, છું તારા હાથમાં,
વાર કર કે બચાવ, જાત તને ધરું છું બસ!
મારી પહેલી કમજોરી તું જ તો છો મિત્ર,
તો પણ તને જ મારી તાકાત ગણું છું બસ;
તું મળીશ ત્યારે તને ભેટી પડીશ "વ્યોમ",
હાલ તારી યાદ આલિંગનમાં ભરું છું બસ;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.