Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખાસ નિવૃત્તો માટે. 😀😄😀
🙏🏿🌹🙏🏿
કોઈને દોષ દેવો હોય ક્ષણિક ગુસ્સો આવ્યો હોય તો મોબાઈલ લો અને જેટલી આવડે જેવી આવડે એવી ભાષામાં ગાળો લખી ગુસ્સો વ્યક્ત કરો. 😀😀😀😀
પછી આ પોસ્ટ pure પુરી લખાઈ ગયા પછી તેને સોશ્યિલ મીડિયામાં સેન્ડ કરતી વખતે ક્ષણિક થોભી જાઓ અને વિચારો કે મારી આ પોસ્ટથી મને લોકો કેવો ચિતરશે? પ્રતિકૂળ રીપ્લાય મળશે તો તમેં જે છો તેનાથી વધારે ગુસ્સે થશો 😀😀😀😀 માટે તે લખેલી પોસ્ટ પાછી ડીલીટ કરી ને યુ ટ્યૂબ પર ભજન સાંભળો 😀😀😀ખુબ મજા આવશે.કોઈ ના હોય દોસ્ત તેનો મોબાઈલ દોસ્ત છે.માટે મોબાઈલમા તમારા સ્વભાવને અનુરૂપ મિત્રો શોધી ને મજા કરો યાર 😀😀 શું કામ સોગિયું મોઢું લઇ ને ફરો છો? 😀😀😀
જે જગ્યાએથી જે સમયે જે કોઈ વ્યક્તિ,વસ્તુ માંથી ખુશી મળે તે ખુશી ખેંચી લો. જીવન દિન ચાર છે તેને રોઈને વિતાવવા કરતા હસતાં હસતાં વિતાવો. મૂકને પારકી પંચાત 😀😀નિજાનંદ માણો. પોતાનાં નાનાં ભૂલકાને લઇ લસરપટ્ટી કે એમની સાથે હિંચકાની મજા માણો. ભલેને રહ્યો ડાયાબિટીસ પણ બાળકો સાથે ચોકલેટ ખાઈ ને દયાબિટીસની દવા ખાઈ લેવાની 😀😀😀આમેય તમેં દરરોજ દવા તો ખાઓ જ છો? દવાને પણ તમારા ગળામાં જવાની જો મજા લેતી હોય તો તમેં શું કામ જગતનો ભાર લઇ ને જીવો છો?
અરે કંઈ નહિ તો જરૂર પૂરતો અસબાબ લઇ જુના દોસ્તો, દીકરીઓ ના સરનામાં શોધી એક એક રાત મહેમાનનવાજી માણી આવો. બીજાં કેમ જીવે છે એમની પાસેથી થોડી ખુશી માપી આવો. બીજાનું જીવન કેવું છે તે કયું સારુ કામ કરી રહ્યા છે તેનું અનુકરણ કે અનુસરણ કરો. મેલને પોતાની પત્નીની ટકટક., એને પણ તમારા ના હોવાનો વસવસો થવા દો 😄😄
આટલુ હજુ પણ થોડું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો 😀😀😀ગમ્યું હોય તો વધુ લખવા પ્રેરણા આપજો. હું પણ નિવૃત્ત છું છતાં આખો દિવસ પ્રવૃત્તિ છે. ઘડીની નવરાશ નહિ અને ફદિયાની આવક નહિ 😀😀😀😀આપણે મજાથી જીવીએ છીએ. સાંજે કડકડતો બાજરીનો રોટલો અને ગરમ ગરમ દૂધ ખાઈને નિરાંતે મસ્ત ઊંઘ પણ આવી જાય છે.
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )

Gujarati Motivational by वात्सल्य : 111859269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now