શીર્ષક - "યાદોથી છુટકારો"
જાવું છે ત્યાં, પણ જઈ શકતો નથી;
હવે એમને મારાં પણ કહી શકતો નથી;
આંખોમાં વસાવીને રાખ્યાં'તાં એમને,
વહી ન જાય એટલે રડી શકતો નથી;
એક પળ માંગી હતી મેં તો ખુશીની,
આપી છે એ રીતે કે હસી શકતો નથી;
પ્રતીક્ષામાં જ છું આજ પણ એમની,
તો પણ હું દીપી કે બળી શકતો નથી;
કેમ કરી મેળવું એમની યાદોથી છુટકારો?
જેમને પળભર પણ વીસરી શકતો નથી;
અતરંગી ભર્યું છે આ "વ્યોમ" છતાં,
સિતારો બનીને ઝગમગી શકતો નથી;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.