શીર્ષક - " કાફી છે"
મળી જાય કોઈનો એક દિલાસો કાફી છે;
જીવવા માટે ફક્ત એક સહારો કાફી છે;
સફર જિંદગીની પણ થઈ જાય આસાન,
મળે જો મનગમતો એક ઉતારો કાફી છે;
ગળાડૂબ હોય કે હોય પ્રેમ ભલે પળભરનો,
ડૂબવા તો પાંપણનો એક કિનારો કાફી છે;
નથી ઝંખના મને એ મળે સાથ સાત જન્મ,
મિલનનો "વ્યોમ" એક જન્મારો કાફી છે;
તું કહે તો તને પણ ભૂલી જાઉં અબઘડી,
મારા માટે "વ્યોમ" મારા દોસ્તારો કાફી છે;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.