Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે રાત્રે થોડી હળવાશ માટે ઘણી બધી બાયું બહાર બેઠી હતી પરવારી ને ત્યાં જઈ ને હું બેઠી ...
બાજુમાં જ એક લગ્ન હતા તો જોરશોરથી music વાગતું હતું ને ગીતોનો અવાજ આવતો હતો ..એટલે એક બાઈ બોલી આ બધા તો હવે નખરા વધી ગયા ..આ કંઇ લગ્ન કહેવાતા હશે?
મેં કહ્યું,"માડી પેઢી એ પેઢી ફરક તો પડવાનો."
તો કહે,"હવે રેવાદે, આ બધા વણ ઉકલ્યા ભપકા છે."
આશરે એ લોકો ૬૦ થી ૭૦ વચ્ચેની સ્ત્રીઓ હતી.
મેં સહજતાથી પૂછ્યું,"તમારા સમયમાં તમારા લગ્ન હતાં ત્યારે કેવા હતા? લગ્નની આતુરતા ને અનુભવવા કઈ રેસિપીઓ હતી?"
તો એક કહે," અરે લગ્ન હોય ને એટલે એક જોડ સારા કપડાં ઘરમાં દરેકને આવે.અને અમારા લગ્ન વખતે તો ચૂંદડી આપે ઓઢવા,એનાથી આખું શરીર ઢાંકવું પડતું.મોઢા પર ચૂંદડી નાખી એ જરા પણ આઘી પાછી ના થાય એ માટે બંને મુઠ્ઠીમાં ચુંદડીના બે છેડા પકડી ને ફેરા ફરવા પડતા .એ ચૂંદડી એટલી જાડી હોય,કે એની આરપાર કંઇ ના દેખાય ...."
તો મેં પૂછ્યું,"ફેરા કેવી રીતે ફરતા , ક્યાંક ઠેસ આવે તો પડી જવાનો ડર ના લાગે?"
તો એમાંથી એક બાઈ બોલી,"અમે શું કરતાં કહું તને અમે આગળ ના દિવસે અગરબત્તી સળગાવી ને આંખ પર આવતા ચૂંદડીના એટલા ભાગ પર અગરબત્તીથી કાણાં કરી લેતાં અને ચૂંદડી થોડી મસળીને એની ઝરી હોય એ ખેરવી લેતાં એટલે એટલા ભાગમાંથી બધું જોઈ શકતા.આમ અઠે ગઠે ફેરા ફરી લીધા ને જો આમ જિંદગી નીકળી પણ ગઈ.નહિ કોઈ પાર્લર નહિ કોઈ ખર્ચા નહિ કોઈ દેખાડો.અને જિંદગી કાઢી નાખી હખે દખે."💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖"જીવનનો સ્પર્શ ખૂબ જ સુંદર છે ...
એને કોઈ પડ ના પહેરાવો..."
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111858034
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now