જિંદગી માં મારાં પરિવર્તન
કેમ? આઘાત પછી જ નઝર આવે..
દેખાય કે અદેખાય સૌઉમાં
કેમ? કોઈ માણસ ની મેહનત દેખી આવે..
એક હાથે દઈદે ગરીબ દેખી કોઈને
કેમ? પછી એ દ્રશ્ય એના કેમેરા માં નઝર આવે..
રાહ બતાવે માર્ગદર્શક થઇ ગુરુ હોય કે જ્ઞાની
કેમ? કિંમત એની નાણાં માં નઝર આવે..
સારા બની ને રહે કે સહન કરે બધું
કેમ? હાજરો ની ભીડ માં એ અકેલો નઝર આવે...
તથ્યો હોય કે પછી હોય તર્ક
કેમ? સમજે જે બધું એ શાંત નઝર આવે...
છે દીધેલ જીવ સરખા માણસ માં પ્રભુ એ
કેમ? માણસ ને જ માણસ માં અસમજણ નઝર આવે...
રીત જ અઘરી છે સમજવી ભરત જટિલ છે આ વ્યાકરણ
કેમ?જવાબ મળે તો પણ એમાં પ્રશ્ર્ન જ નઝર આવે..
જિંદગી માં મારાં પરિવર્તન
કેમ? આઘાત પછી જ નઝર આવે..
Write_for_life001✍️