💙શબ્દોની તું મીઠાશ વહેંચ,
ચાખવાનો વારો આવે,
તો કડવા ના લાગે, તારા જ આપેલ વેણ.
હાસ્યનું તું અમૃત વહેંચ,
દુઃખી થવાનો વારો આવે,
તો આંસુડા ના લાગે ખારા, તું જાણ.
જીવનની અમૂલ્ય ક્ષણોનું મૂલ્ય તું વહેંચ,
મૃત્યુનો વારો આવે,
તો મૃત્યુ ના મૃત્યુ લાગે,
ખરા અર્થમાં જીવન જીવી ગયો તું જાણ. 💙
-@nugami