શીર્ષક - "કસીસ છે એની આંખોમાં"
અજીબ કસીસ છે આજ પણ એની આંખોમાં;
જોયું છે આજ અમારૂં સ્મરણ એની આંખોમાં;
દિલ ભરાઈ આવ્યું હશે જરૂર આજ મને જોઈ,
શર્મિંદગી ને દેખી ભીની પાંપણ એની આંખોમાં;
બેવફા હોય એ આજેય નથી માનતું મારું દિલ,
દેખાયું છે મજબૂરીનું આવરણ એની આંખોમાં;
ઝુકેલી પાંપણોં અને મલકાતા હોંઠોની વચ્ચે પણ,
નિકળ્યું એક અજનબી બંધારણ એની આંખોમાં;
દાયકો નહીં પરંતુ વિતી ગયા છે દાયકા મળ્યાને,
દેખાય છે પ્રતિક્ષાની ક્ષણ ક્ષણ એની આંખોમાં;
કેમ છોડ્યો સાથ એણે "વ્યોમ" આમ મઝધારે?
શોધતો રહું છું કાયમ એ કારણ એની આંખોમાં;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.