❤વૃક્ષ સંવેદના♥️
જેને ઝૂકું છું તે ફુલછોડ મને જોઈ ઝૂકે છે.
છોડને ઝૂકતું જોઈ ફૂલ એથી વધુ ઝૂકે છે.
ઘણાં જોયાં વૃક્ષ જ્યાં તડકો લાગે જયારે !
હું જાઉં તેના છાયે ફૂલ વરસાવે ત્યારે ત્યારે .
છાંયે આડો પડી નજર વૃક્ષ તરફ ઊંચી કરું !
નજરે ચડે ફળ મને ત્યાં પથ્થરવડે હું ઘા કરું !
પુનઃ પર્ણ સાથે ફૂલ,ફળ અભિષેક મને કરે.
ખીલવ્યું,જતન કર્યું થડે એને જ કુહાડો ફરે !
એ ઝાડની ડાળી તોડી સવારે દાતણ કરું છું !
કેવો વિચારહીન ડાળી ફેંકી થૂકી ખંધુ હસું છું!
કેવો મતલબી ઇન્સાન હું મારું જ વિચારું છું!
ઉપકાર ઉપર ઉપકારની જગ્યાએ હું બાળું છું.
મૃત દેહને બાળી એ વૃક્ષ જ્વાળામાંય હસે છે.
વૃક્ષને વંદન કે અભિનંદન છતાં એ ક્યાં કરે છે?
- वात्सल्य