શોધતાં રહ્યાં શ્યામ તમને મારગ મારગ પર,
અને તમે મને મળ્યા અમારી જ પલકો પર.
શોધતાં રહ્યાં શ્યામ તમને મંદિરની મુર્તિમાં,
અને તમે મને મળ્યા અમારાં જ હ્દયમાં.
શોધતાં રહ્યાં શ્યામ તમને નદી ઝરણામાં,
અને તમે મને મળ્યા અમારાં જ આંસુમાં.
શોધતાં રહ્યાં શ્યામ તમને ધરા અંબર પર.
અને તમે મને મળ્યા અમારી જ જિહ્વા પર.
શોધતાં રહ્યાં શ્યામ તમને જગનાં ખુણે ખુણે.
અને તમે મને મળ્યા અમારાં જ શબ્દે શબ્દે.
મીરાં
-Bhavna Chauhan