એકલો માનવી
પારકા ને ખાતર પોતાના ને ભુલ્યો છે આ માનવી,
ડગલે ને પગલે અભિમાનમાં ફર્યો છે આ માનવી.
આજે સંબંધો તો ક્ષણે ક્ષણે તૂટતા દેખાઈ છે,
કેમકે વાણી પર સંયમ રાખવાનું ભુલ્યો છે આ માનવી.
કમાઈ ભલે ને હોય પંદર કે વીસ હજારની છતાંય,
બાપદાદા ના રૂપિયા પર કુદતો દેખાયો છે આ માનવી.
મારુ મારુ કરવામાં લોહીના સંબંધોને મારી નાખ્યા,
પૈસા ના જોરે સમાજ માં ખૂબ નાચ્યો છે આ માનવી.
"સરવાણી" મને કોઈની જરૂર નથી, હું સશકત છું,
એવું વિચારી અંતે એકલો રહી ગયો છે આ માનવી.
✒ ઈશા નિમેષકુમાર કંથારીયા "સરવાણી"
સુરત.
૨૩/૧/૨૦૨૩ સોમવાર
-Isha Kantharia