ખોવાયું...?
આંગણે વાવેલ થોડા વૃક્ષ ને છોડ.
બચપણના સાથી .
ઉનાળે લીમડાની છાયા
આંબાની કેરી..
ચીકુ બદામ
જામફળને જાબું
ખોવાયા મારે આંગણેથી.
બારમાસી, ગુલાબ, ચંપો ,રાતરાણી...
મહેંક તેની વિસરાઈ.
મોગરો, જાસુદ, ડમરો આંગણે જોવા હવે તરસું..
ભમરાનું ગુંજન ને પતંગીયાની રંગછટા વિલાઈ..
તુલસીનો કયારો ..
દીવોને ધૂપ કયાંક જ સચવાણા.
માનું રસોઈ ઉધાન કયાં ગાયબ?
ટમેટા, મરચા, દૂધી, કારેલા, તુરીયાં, રીંગણ ભાતભાતનાં...
સરગવોને ગરમાળો તો નજરેથીના ખસે..
આંગણે મારા ,
મહેમાન બનતા વાનરને જાત જાતના પંખી..
ભ્રમરોને પતંગીયાની નાત
સવાર સાંજ કલરવ તેનો સંભળાતો.
કાન તરસ્યા સાંભળવા મધૂર ગાન...
સીમેન્ટના જંગલમાં માનવી ખોવાયો,
ભૂલ્યો લીલી વનરાજી ..
જંંગલને સાથી એના ન્યાંરા.
આજે તો...
બોનસાઈને કેકટસ
શોભા બાલ્કનીની વધારે..
સુગંધવિહિન ફુલો આંગણા શોભાવે..
કાજલ,
વિશ્વપર્યાયવરણ દિન દર વરસ આવે..
એક દિવસમાં આ નવી આદતો કોની બદલાશે?
365 દિવસ કર પર્યાયવરણની રક્ષા
તો
પૃથ્વી નંદનવન બની જાશે...©
કાજલ
કિરણ પિયુષ શાહ