Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરસ્વતીચંદ્ર નો ગૃહત્યાગ
પિતાજી ને ઉદ્દેશી પત્ર

“પિતાજી, હવે મ્હારી ચિંતા કરશો નહીં, મ્હારી પાછળ ખેદ કરશો નહીં. સર્વ કોઈ મોડું વ્હેલું જવાનું છે અને તે પાછું ન મળે એવું થવાનું છે. ચંદ્રબા ગઈ તેમ હું જાઉ છું. એ એક દિશામાં ગઈ. હું બીજીમાં જાઉં છું. એ સ્મરણમાંથી ખસી તેમ મને ખસેડજો. સંસારમાં ડાહ્યા માણસોનો માર્ગ એ છે કે ગયેલું ન સંભારવું. પિતાજી, હવે તો

સુખી હું તેથી કોને શું ?
દુઃખી હું તેથી કોને શું ?

જગતમાં કંઈ પડ્યા જીવ,
દુઃખી કંઈ, ને સુખી કંઈક !

સઉ એવા તણે કાજે
ન રોતા પાર કંઈ આવે !

કંઈ એવા તણે કાજે,
પિતાજી, રોવું તે શાને ?

હું જેવા કંઈ તણે કાજે,
પિતાજી રોવું તે શાને ?

નહી જોવું ! નહીં રોવું !
અફળ આંસું ન ક્યમ લ્હોવું ?

ભુલી જઈને જનારાને,
રહેલું તે નંદવું શાને ?

સુખી હું તેથી કોને શું ?
દુઃખી હું તેથી કોને શું ?

"પિતાજી, બીજું શું લખું ? મ્હારા ગયાથી આાપના ઘરમાં હું શીવાય કંઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે. તેને કહેજો. લો. હવે તો આપના ચિત્તમાંથી પણ આપને સુખી કરવા સારુ જ ખસી જવા ઈચ્છનાર"

- સરસ્વતીચંદ્ર
અવતરણ
નવલકથા સરસ્વતીચંદ્ર
લેખક: શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111855878
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now