વિશ્વનો નાથ તું,
મારો તારણહાર તું,
કાન્હા મારાં મનનો છે મીત તું.
તું જ હસાવે,
તું જ રડાવે,
હોંઠો પર મારાં સ્મિત સજાવે તું.
રાધાનો શ્યામ તું,
મીરાંનો ગોપાલ તું,
નરસિંહ મહેતાનો પાલનહાર તું.
માખણનો રસિયો,
મીસરીનો ચોર તું,
ગોપીઓના ચિત્તનો ચોર તું.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan