શીર્ષક - "છોડો અબોલા"
છોડીને અબોલા ચાલ થોડો વાદ વિવાદ કરી લઈએ;
એ બહાનેયે એકબીજાથી થોડોક સંવાદ કરી લઈએ;
પડઘાય છે મારા હૃદયથી પડઘા પણ તારાં નામનાં જ,
તું જ કહે એથી વધારે અમે શું અંતરનાદ કરી લઈએ?
તારા ને મારા વચ્ચે, હવે આ શબ્દોનું શું કામ છે પ્રિયે?
મૌન રહી પણ આપણે મનથી મનની વાત કરી લઈએ;
હજુ પણ ક્યાં થયો છે? કોઈ મનભેદ તારી મારી વચ્ચે!
છે થોડો ઘણો મતભેદ એનેય મનથી બાદ કરી લઈએ;
ક્યાં સુધી દબાવી રાખવો હૃદયમાં, "વ્યોમ" આ પ્રેમને?
એકબીજાથી વાત કરીનેય આજ આબાદ કરી લઈએ;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.