પ્રભુ આવું કેમ!!!!
🙏🏿🌹🙏🏿
સૌ સૂતાં હોય છે ગાદલાં પાથરી,ઉપર બબ્બે ધાબ રે !
ખેડૂત કરતો હોય પાણત શિયાળાની કડકડતી રાત રે !
ડ્રાઈવર ખેંચે ટ્રક રાત દિન નસીબે ઉંઘ એની બર્થ પર !
વીજળી ડૂલ ઉનાળે કકળે સૌ પેલા વીજ કર્મી પૉલ પર!
રાત દિવસ ચોકી છતાં ચોરીનો આરોપ ચોકિયાત પર !
ચણતર કડિયા કારીગરનું એ મહેલે મજા કોઈ બીજાં કરે !
ટનાટન જોઈએ હાઇવે ભલે ખાડામાં એ મજૂર ખુલ્લે મરે !
રાજકારણી માત્ર વાતો કરે છતાં જાતરા વિમાનમાં કરે !
ભેંસ બાપડીને ન પાપડી પાડું બાપડું દૂધ વગર તડપી મરે!
સુરક્ષા કર્મી સુરક્ષા કરે ભલે માથે બર્ફ તાપ વરસાદ પડે !
નિરાંતે ઊંઘ લઈએ આપણે પેલો ઉભા પગે જવાન જાગે !
રખેવાળ દેશનો છતાં છ માસે ન પોતાનો પરિવાર ભાળે!
"વાત્ત્સલ્ય"થી ના દૂર રાખો પોતાનું હોય કે પારકું જણ્યું !
કોણ જાણે બીજા ભવે એ માલિક બની આવે આપણું.
- વાત્ત્સલ્ય