અજાણ્યું એક આમંત્રણ હતું.
લાગણીભીનું એ નિમંત્રણ હતું.
રચનાઓમાં એની એ મન હતું.
જે પ્રગટતું સદા ને સ્વયમ હતું.
વિચારોમાં એના ઉપવન હતું.
જે સદાયને મહેકતું જ હતું.
રાત્રિને સદાને એકજ પ્રહર હતું.
જેમાં ભીંજાતું એક જ વન હતું.
વીતેલી ઘડીનું એક જણ હતું.
જે ધબકતું સદા એની સંગ હતું.
સમયની જ તો એક યારી હતી,
તેમાં જ એની મિજબાની હતી.
જીવન એક એવું ઉપવન હતું,
ક્ષણો નું જ એમાં તપોવન હતું.
"પ્રાપ્તિ"
18/1/23....