Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છે

પાત્રતા છે એજ નક્કી રાય છે.
ધારણાઓ તારવી વંચાય છે.

આંખના અણસાર પરથી ઓળખી,
સ્નેહ પામી મન મહીં મોહાય છે

કુંડળી પણ મેળવી એણે હતી.
આ સિતારા તોય જો અથડાય છે.

આજ શરતો પાળવાની હા હતી,
પણ રજૂઆતો જુદી જોવાય છે.

મા હતી તો ઠાલ થૈ ઊભી રહી,
માવઠું ખાળી પછી ટોકાય છે.

આપવાની છે ગણીને આપશે,
લાગણીઓ ત્રાજવે તોળાય છે.

સાવ ખાલી હાથ લૈ આવ્યાં હતાં,
ને જશું પણ, તોય કયાં છોડાય છે?

આખરી ઈચ્છા અધૂરી ખૂંચતી,
જીવ પાછો અંતમા મુંઝાય છે.

દે નિશાની પ્રેમથી કાજલ હવે.
હાથ આપી કેમ તું ગભરાય છે.©

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111855187

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now