દેવ દ્વારિકા વાળા રે,
શ્યામ રંગે લાગો રૂપાળા રે.
મધુરી મોરલી વાળા રે,
માધવ તમે મનને મોહનારા રે.
ગીરધર ગોવર્ધન ધારી રે,
બાળ લીલાધર પાલનહારા રે.
સંકટ સમયનાં સખા રે,
રક્ષા કરી ચીર પુર્યા ચક્રધારી રે.
તમે કણ કણમાં તોય રે,
કહે નર નારાયણ નો મિલાપ ક્યારે રે.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા