जना: उत्सव प्रिया।
આમઆદમી પાસે આનંદપ્રમોદ માટે તહેવાર હોય છે.શ્રીમંતો માટે મોજમસ્તી ના અનેક વિકલ્પો હોય છે.પરંતુ મેં નોંધ્યું છે કે કોઈ પણ તહેવાર પ્રસંગે લોકમાનસ પર ઉન્માદ - પાગલપન છવાય જાય છે.આ ઉન્માદ માં ભાન ભૂલી ને છાકટા બની જાય છે.
Remix ના જમાના માં ઉત્તરાયણ સાથે નવરાત્રીના ગરબા અને દિવાળી ના ફટાકડા નો પણ અમર્યાદિત આનંદ લેવાની વૃત્તિ જોવા મળે છે.આ ગાડરિયા પ્રવાહ ને કોણ રોકે? દિવસ ના અંતે સંધ્યા સમયે નીજ નીડ માં પરત ફરી રહેલા નિર્દોષ પક્ષીઓ ફટાકડા ફોડવાથી ગભરાઈ ને અહીંતહીં ઊડાઊડ કરતા પતંગની દોરી ની લપેટમાં આવી ઘાયલ થાય છે.
Let us enjoy festivals innocently and stay away from nuisances.