ચૂપ રહેવું ને
#મૌન રહેવામાં
ફરક'તો છે.
સૂતા રહેવું ને
#ઉંઘતા રહેવામાં
ફરક'તો છે.
ક્યારેક તો વરસાદ
પણ દઝાડે કારણ,
.
પલળવું ને
#ભીંજાતા રહેવામાં
ફરક'તો છે.
જે મજા #સફર માં છે
તે #મંજિલ પર નથી,
.
જીવવું ને
#જીવતા રહેવામાં
ફરક'તો છે.
રુક્મિણી અને રાધાને જઈ
પૂછો તો સમજાશે,
.
પામવું ને
#ચાહતા રહેવામાં
ફરક'તો છે.
જેમ જળ અને
#ઝાંઝવાં માં ફરક છે,
.
તેમ ફરવું ને
#રખડતા રહેવામાં
ફરક'તો છે.
ને હારી ગયા બાદ
યુધિષ્ઠિર સમજ્યા,
.
હારવું ને
#હારતાં રહેવામાં
ફરક'તો છે ......💞