સમયની મુસાફરી વિષય સાંભળતા મારા મનમાં કિશોરકુમારજી નું એક ગીત વાગવાનું ચાલુ થઈ ગયું.વન ઓફ ધી માય ફેવરિટ સોંગ..
"गाड़ी बुला रही है, सीटी बजा रही है
गाड़ी बुला रही है, सीटी बजा रही है
चलना ही ज़िंदगी है, चलती ही जा रही है
गाड़ी बुला रही है, सीटी बजा रही है"
બસ,આ જ છે મુસાફરી,જે અવિરત ચાલતી રહે છે.આપણે અલગ-અલગ પાત્ર ભજવતા રહીએ છીએ.
બાળપણ,જવાની,વૃદ્ધા આ ત્રણેય અવસ્થા છે.દરેક અવસ્થામાં
આપણા પાત્ર પણ અલગ અલગ હોય છે.આપણે દરેક અવસ્થામાં સમય સાથે ઢળી જઈએ છીએ.દરેક અવસ્થાની મજા પણ અલગ હોય છે.
સમય,જેનો અંત નથી,જેના આરંભની પણ કોઈને ખબર નથી.સમય ચાલતો રહે છે.સમયની મુસાફરી અનંત છે.આદિકાળથી ચાલતો રહે છે તો એ સમય છે.જે ક્યારેય થાકતો નથી.સમય ક્યારેય ઊભો પણ રહેતો નથી.માણસ ઊભો રહી જાય માણસ થાકી જાય છે.
સમય શીખવી જાય છે એ વાત કોઈ શીખવી શકતું નથી.સમયથી મોટો શિક્ષક પણ કોઈ નથી.
યોગી