"માનવી"
હે માનવી, તારાં કેટલાય રૂપ,
જોજે, કદી પોતાનાં સાચા રૂપને ભુલાય ના.
હે માનવી, તારાં કેટલાય સંબંધ,
જોજે, વધારે બંધનમાં સાચા સંબંધ ખોવાય ના.
હે માનવી, તારાં કેટલાય વર્તન,
જોજે, બધે જેવા સાથે તેવા થવાય ના,
હે માનવી, તારી કેટલીય વાણી,
જોજે, વગર વિચાર્યું બોલાય ના.
હે માનવી, તારાં કેટલાય કર્મ,
જોજે, ધર્મનું કાર્ય કરવાનું રહી જાય ના.
હે માનવી, તારી કેટલીય જવાબદારી,
જોજે, માનવતાની જવાબદારી ભુલાય ના.
ઉજાસ