The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"માનવી" હે માનવી, તારાં કેટલાય રૂપ, જોજે, કદી પોતાનાં સાચા રૂપને ભુલાય ના. હે માનવી, તારાં કેટલાય સંબંધ, જોજે, વધારે બંધનમાં સાચા સંબંધ ખોવાય ના. હે માનવી, તારાં કેટલાય વર્તન, જોજે, બધે જેવા સાથે તેવા થવાય ના, હે માનવી, તારી કેટલીય વાણી, જોજે, વગર વિચાર્યું બોલાય ના. હે માનવી, તારાં કેટલાય કર્મ, જોજે, ધર્મનું કાર્ય કરવાનું રહી જાય ના. હે માનવી, તારી કેટલીય જવાબદારી, જોજે, માનવતાની જવાબદારી ભુલાય ના. ઉજાસ
"પ્રેરણા" ક્યાંથી પ્રેરણા લઉં? રોજ સવારે સૂર્યોદયનાં ઉજાસ પાસે કે પછી, સૂર્ય આથમ્યાં બાદનાં ચંદ્રોદયની રોશની પાસે? ક્યાંથી પ્રેરણા લઉં? દીવાલ પર ચઢવાની કોશિશ કરતાં કરોળિયા પાસે કે પછી, પોતાની પીઠ પર વજન મૂકી લાબું અંતર કાપતાં મૂક પશુઓ પાસે? ક્યાંથી પ્રેરણા લઉં? સરહદ પર દિવસ-રાત દેશની રક્ષા કરતાં સૈનિક પાસે કે પછી, ક્યારેક ચા વેંચતા અને હાલ દેશ ચલાવતા નરેન્દ્રમોદીજી પાસે? ક્યાંથી પ્રેરણા લઉં? હજારો યાત્રીઓ ને ગંતવ્ય સ્થાને સલામત પોહાચાડતાં જવાબદાર વિમાન ચાલાક પાસે કે પછી, મુંબઈની લોકલ ટ્રેનમાં રોજ યાત્રા કરતાં યાત્રીઓ પાસે? ક્યાંથી પ્રેરણા લઉં? કેન્સરથી પીડાતા અને બીમારીને હરાવી જીવનમાં આગળ વધતાં નાદાન બાળક પાસે કે પછી, વૃદ્ધાશ્રમમાં મારા માતા-પિતા સમાન રહેતાં એકલવાયા વૃદ્ધ પાસે? ક્યાંથી પ્રેરણા લઉં? આશરે ૧,૭૦,૦૦૦ ભારતીઓને વતન પોંહચાડનાર રણજિત કટિયાલ પાસે કે પછી, ૨૨ વર્ષીય નીરજા ભાનોટ પાસે? ક્યાંથી પ્રેરણા લઉં? બાણ સૈયા ઉપર સુતા ભીષ્મ પાસે કે પછી, પોતાની સમક્ષ પોતાનાં ૧૦૦ પુત્રોનો અંત જોતા માતા ગાંધારી પાસે? ઉજાસ
"જીવન પથ" તું થયો મનુષ્ય તો, બસ નજર ટકાવી, આ જીવન રૂપી માર્ગે, આગળ વધતો રેહ. આવશે ઘણાં વળાંકો, જે તારાં માટે યોગ્ય હોય, એ વળાંકે વળી, આગળ વધતો રેહ. મળશે ઘણાં ચાલકો, કોઈ માર્ગિક તો કોઈ સાથી, બંને પાસે શીખ લઇ, આગળ વધતો રેહ. આવશે ઘણાં ખાડાં-ટેકરા, મન સ્થિર રાખી, અડચણો પાર કરી, આગળ વધતો રેહ. મળશે ઘણાં મૃગજળ, લક્ષ નક્કી કરી, સાચી દિશા પારખી, આગળ વધતો રેહ. થશે ઘણી ભૂલો, પડશે પણ ખરો, ફરી ઉભો થઇ ભૂલ સ્વીકારી, આગળ વધતો રેહ. ઉજાસ.
"બડાઈની દુનિયા" આજ કલ જ્યાં જુઓ ત્યાં ખોટા દેખાડો કરતાં લોકો નજરે પડે છે. એ વ્યક્ત્તિ ખરેખ છે શું અને એની સાચી ક્ષમતા શું છે એની એને પોતાને જ ખબર હોતી નથી. એ તો બસ માત્ર બીજી/સામેની વ્યક્ત્તિ કરતાં પોતે વધારે યોગ્ય છે કે વધારે સક્ષમ છે એ દર્શાવામાં જ રચ્યો પચ્યો રહે છે. પોતે કયાં સ્તર પર છે અને એનું કેટલું જ્ઞાન છે એ સમજ્યા વિચાર્યા વગર બસ બડાશ જ મારતો હોય છે. પોતે બીજા કરતાં કોઈ પણ બાબતે પાછળ ના રહી જાય કે નીચો ના દેખાય એ જ પ્રયાશ માં મસ્ત રહે છે. મોટા ભાગની વ્યક્તિ ક્યારેય એ સ્વીકારતી નથી કે એના માં જ્ઞાનનો વધારો કરવાની, કંઈક નવું શીખવાની જરૂર છે. અધૂરી જ્ઞાન વાળી વ્યક્તિ જયારે પણ સમૂહમાં કે કોઈક સાથે ચર્ચામાં પડી હોય ત્યારે પોતે જ બધું જાણે છે અને સમજે છે એવો ખોટો દેખાવ કરે છે. અસલ માં એને એ બાબતે કશું કાંઈ ખબર હોતી નથી પરંતુ શું કરે એ વ્યકિતને સામે વાળી વ્યક્ત્તિ કરતાં કોઈ પણ હાલત માં યોગ્ય દેખાવું હોય છે. તો, શું આ દેખાવ યોગ્ય છે? શું આપણે ખોટા હોઈએ કે કોઈ વસ્તુ નું ઓછું જ્ઞાન હોય તો કહી નાં શકીયે કે મારી ભુલ છે કે આ વસ્તુ નું મને જ્ઞાન નથી કે મને ખ્યાલ નથી? શાં માટે લોકો એ સાબિત કરવાની રેસ માં લાગ્યાં છે કે હું તમારાં કરતાં યોગ્ય છું શ્રેષ્ઠ છું? શાં માટે કોઈ વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ સામે વાળી વ્યકિત મુજબ બદલ્યા કરે છે? શું આપણે બીજા સામે બડાઈ મારવી જોઈએ? મારા મત અનુસાર દેખાડો, ભપકો કે બડાઈ એ ચેહરા પરનાં મેક-અપ જેવાં છે જે થોડા સમય માટે તમને સુંદર તો બનાવે છે પરંતુ જો એ જ મેક-અપ લાંબા સમય સુધી ચેહરા પર લગાડી રાખીએ તો એ આપણને પોતાને જ નુકશાન કરે છે એ પ્રકારે આ બડાઈ પણ પોતાને માટે જ નુકશાન કારક છે. જેમ મેક-અપ ને રાત્રે સુતા પેહલા અચૂક સાફ કરવાનો હોય છે એજ પ્રમાણે આપણે પણ આપણાં વ્યક્તિત્વ ને શુધ્ધ રાખીએ, સાફ રાખીએ તો રાત્રે અચૂક સારી નિંદ્રા આવશે. તો બડાઈ નો મેક-અપ ઉતારો અને ઓરિજિનલ (કુદરતી) વ્યકિતત્વ અપનાવો. ઉજાસ
"લાગણીનો સંબંધ" જેમાં માત્ર તું કે હું ના હોય પરંતુ આપણે હોઈએ, એ લાગણીનો સંબંધ. જેમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં સાંભળનાર ખુશ થાય, એ લાગણીનો સંબંધ. જેમાં કાંઈ પણ કહેતા પેહલા મનની વાત વાંચી લે, એ લાગણીનો સંબંધ. જેમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતાની જરૂર ના હોય, એ લાગણીનો સંબંધ. જેમાં એકબીજાનું સન્માન કરવું જાણતાં હોય, એ લાગણીનો સંબંધ. જેમાં સંબંધ પ્રતેયનો પ્રેમ સાબિત ના કરવો પડે, એ લાગણીનો સંબંધ. જેમાં બીજાની ખુશી માટે જતું કરવાની ભાવના હોય, એ લાગણીનો સંબંધ. જેમાં ખટાશ તો હોય પરંતુ કડવાશ ના હોય, એ લાગણીનો સંબંધ. ઉજાસ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser