હસાવે કે રડાવે તારા હાથની વાત છે.
હરાવે કે જીતાડે તારા હાથની વાત છે.
છું કર્મયોગી પાછી પાની નહિ કરવાનો,
મેળવે કે ગુમાવે તારા હાથની વાત છે.
જન્મોજન્મની રહી અવિરત યાત્રા છે,
ચીંધાડે કે ભૂલાવે તારા હાથની વાત છે.
અખૂટ ભરોસો રાખ્યો છે મેં તારા પર,
સ્વીકારે કે ધિક્કારે તારા હાથની વાત છે.
છે જીવનદોરી તારા હાથમાં હે હરિવર!
ટૂંકાવે કે લંબાવે તારા હાથની વાત છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.