Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવી છે હવે પાનખર,
અને ખર્યુ છે જ્યારે કોઈ પાન ,
ત્યારે પૂછે છે સવાલ પાન બીજું,
કે હવે ખરી જરૂર હતી આપની,
ત્યારે એકલા મૂકીને ચાલ્યા કેમ ગયા?
જરૂર હતી તમારા સધિયારાની,
ત્યારે તમે આમ લાચાર બનાવી કેમ ચાલ્યા ગયા?
અર્ધાંગિની બની નિભાવ્યો સાથ અને પહોંચી સાથે વૃદ્ધત્વ સુધી,
ત્યારે તમે એકલા એ કેમ આટલી જલ્દી અલવિદા કહી દીધું વૃદ્ધત્વ ને?
અને અહીં મને મૂકી ગયા તમારા વિરહનો ઝૂરાપો સહન કરવા?
મૂડીમાં આપણી પાસે હતું નહીં કંઈ ખાસ,
બસ હતી એક દીકરી, વળાવી તેને હવે આપણે બનવાનું હતું ઘડપણની લાકડી એકબીજાંની,
હવે તમને કેમ કરી કહું વેદના વૃદ્ધત્વની?
દિવસ આખો નીકળે છે પ્રભુ ભજનમાં,
અને નીંદર હવે ભૂલી પડી છે,
એટલે રાત્રે આવો છો યાદ તમે,
આ તમારા વિના મારું ઘડપણ કેમ જાય છે એ શી રીતે કહું આપને?
દીકરી ક્યારેક આવે છે મળવા અને પછી થોડા દિવસ લ‌ઈ જાય છે એની સાથે,
અને પછી યાદ આવતા મને આપણા ઘરની, પાછી મૂકી જાય છે,
પણ તમારા વિના ઘર એ ઘર ક‌ઈ રીતે રહી શકે? એકલતામાં હવે દોડે છે ઘર મને ખાવા,
હવે કરોને ઈશ્વરનાં દરબારમાં મારી પણ ભલામણ,
કે બોલાવી લે મને પણ તમારી પાસે જલ્દીથી!

તા.ક. થોડા સમય પહેલા દાદા વિના બાની વ્યથા એમની આંખોમાં જોઈ ત્યારે વિહવળ મન અને કલમે મજબૂર કરી એ જોયેલી પીડાને શબ્દોમાં લખવા માટે!

Gujarati Poem by Maitri Barbhaiya : 111854386
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now